અમદાવાદમાં નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ વધુ સીસીટીવી કેમેરા લગાડવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેના ભાગરૂપે મહિલા, સિનિયર સીટીઝન અને બાળકોની સલામતીના ભાગરૂપે વધુ 500 જેટલા સ્થળો આઇડેન્ટિફાય કરાયાનું જાણવા મળી રહ્યું છે.
- નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ અમદાવાદમાં CCTV કેમેરા લગાવાશે
- મહિલા,સિનિયર સિટીઝન, બાળકોની સલામતી માટે કેમેરા લગાવાશે
- નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ અમદાવાદમાં 500 સ્થળ આઈડેન્ટિફાય કરાયા
મેટ્રો સિટીમાં દિવસેને દિવસે ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે ત્યારે હવે અમદાવાદ શહેર માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાં નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત CCTV કેમેરા લગાવવામાં આવશે. મહત્વનું છે કે શહેરના અંદાજીત 500 થી વધુ સ્થળ પણ આઇડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યા છે.