Krushi Sahay 2023

Krushi Sahay 2023

Krushi Sahay 2023 : ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની પેકેજ જાહેર, રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય ચાલુ વર્ષે થયેલ કમોસમી વરક્ષાદથી થયેલ પાક નુકક્ષાની સંદર્ભે વિશેષ પેકેજ જાહેર. 13 જિલ્લાના 48 તાલુકાઓમાં નુકસાન થયું છે

ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની પેકેજ જાહેર


ગુરુવારે અમરેલી, દ્વારકા, જામનગર, ગીર સોમનાથ, જૂનાગઢ રાજકોટ, કચ્છ, સુરત, નવસારી, ડાંગી, તાપી અને વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ છે. તો આજે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, વડોદરા, પંચમહાલ, દાહોદ જિલ્લામાં વરસાદ પડી શકે છે. આવતીકાલે અમરેલી, રાજકોટ, સાબરકાંઠા, ડાંગ, નવસારી, વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. સામાન્યપણે પાણી માટે વલખા મારતો કચ્છ જિલ્લો આ વર્ષે પાણીથી તોબા પોકારી ઉઠ્યો છે. ચોમાસા દરમિયાન કચ્છના મોટાભાગના તાલુકાઓમાં અતિવૃષ્ટિના કારણે પાક નુકસાની ભોગવ્યા બાદ હવે ઉનાળામાં પણ માવઠાએ ખેડૂતોની હાલત કફોડી કરી મૂકી છે. આ તરફ રાજ્ય સરકારે 48 તાલુકા માટે સહાય પેકેજની જાહેરાત કરી છે.

અસરગ્રસ્ત ખેડૂતોને મળશે અત્યારસુધીની સૌથી વધુ સહાય

  • માર્ચ-03માં થયેલ કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકશાની અન્વયે SDRF ધોરણો ઉપરાંત ખાસ કિસ્સામાં ટોપ-અપ સહાય અપાશે
  • ખેતી અને વર્ષાયું બાગાયતી પાકો માટે મળવાપાત્ર ૧૩,૫૦૦ ઉપરાંત વધારાની રૂ.૯,૫00 સહાય સાથે કુલ ર૩,000 પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ર હેકટરની મર્યાદામાં સહાય અપાશે
  • બહુવર્ષાયુ બાગાયતી પાકો માટે મળવાપાત્ર રૂ.૧૮,000 ઉપરાંત વધારાની ૧૨,૬૦૦ સહાય સાથે કુલ ૩૦,૬૦૦ પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ર હેકટરની મર્યાદામાં સહાય અપાશે

નુકસાની પેકેજ સહાયનો લાભ લેવા કેવી રીતે કરવી અરજી

આ પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકના નમૂનામાં ગામ નમૂના નં.૮-અ, તલાટીનો વાવેતરનો દાખલો/ગામ નમૂના નં. ૭-૧૨ સહિતના જરૂરી સાધનિક પુરાવા સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલ નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે, તેમ તેમણે ઉમેર્યુ હતું.
ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની પેકેજ કેટલું ચૂકવાશે?

ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની પેકેજ હેક્ટર દીઠ 13,500 ઉપરાંત 9,500 રૂપિયા સહાય ચૂકવાશે

ખેડૂતોને કમોસમી નુકસાની પેકેજ નો લાભ કેટલા જિલ્લા અને તાલુકાને મળશે ?

ખેડૂતોને કમોસમી નુકસાની પેકેજ નો લાભ 13 જિલ્લાના 48 તાલુકાઓને મળશે