ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર હસ્તકની જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1 “વન રક્ષક (Forest Guard)” વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની ૨૯ જિલ્લાઓની કુલ-૮૨૩ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે તા.૦૮/૦૨/૨૦૨૪, તા.૧૨/૦૨/૨૦૨૪ તથા તા.૧૪/૦૨/૨૦૨૪ થી તા.૨૭/૦૨/૨૦૨૪ દરમ્યાન MCQ-CBRT ( Computer Based Response Test) પદ્ધતિથી યોજવામાં આવેલ પરીક્ષા બાદ શારીરિક ક્ષમતા કસોટી તથા ઉમેદવારોના પ્રમાણપત્રો ચકાસણીના અંતે લાયક ઠરેલ ઉમેદવારો પૈકી લઘુતમ લાયકી ગુણનું ધોરણ તેમજ જિલ્લાવાઇઝ/કેટેગરીવાઇઝ ભરવાની થતી જગ્યાના આધારે મેરીટસના ધોરણે નીચે મુજબની યાદીઓ મંડળની વેબસાઇટ પર તા.૨૩/૧૧/૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
૧. પસંદગી યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી (Annexure-A)
૨. પ્રમાણપત્રોની ચકાસણીના અંતે લાયક ઠરેલ ઉમેદવારો પૈકી લઘુમ લાયકી ગુણનું ધોરણ તેમજ જિલ્લાવાઇઝ/કેટેગરીવાઇઝ મેરીટસના ધોરણે પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી (Annexure-B)
૩. પ્રમાણપત્રોની ચકાસણીના અંતે ગેરલાયક ઠરેલ, ગેરહાજર રહેલ, પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સ્થાન ન પામેલ ઉમેદવારોની યાદી (Annexure-C) મંડળ દ્વારા યોજવામાં આવેલ MCQ-CBRT ( Computer Based Response Test) પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષામાં હાજર રહેલ Annexure-A, B અને C સિવાયના તમામ ઉમેદવારોની નોર્મલાઇઝડ માર્કસ સાથેની યાદી (Annexure-D) આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે.
Unsuccessful Candidates Marks: Click Here
GSSSB Forest Guard Final Result 2024: Click Here